કાર્યો - સેટલમેન્ટ કમિશનર
- જમીન મોજણી અને જમીન જમાબંધી સંબંધીને લગતી તમામ પ્રકારની કામગીરીની અમલવારી
કરાવવી.
- જમીન અને જમીન મહેસૂલી વહીવટી બાબતોમાં સરકારશ્રીને અભિપ્રાય આપવો.
- ખાતાના નિયંત્રણ અધિકારીતરીકે જમીન રેકર્ડ મહેઅકમ સરવે સેટલમેન્ટની તાલીમ વગેરેની વ્યવસ્થા
અને દેખરેખ નિયંત્રણ.
- રી-સરવે અને સેટલમેન્ટ અંગેની દરખાસ્ત કરવી.
- નગર આયોજન યોજના માટે સરવેનું મૂળભૂત રેકર્ડ પૂરૂ પાડવું અને મંજૂર થયેલી યોજનાઓની સરવે અમલવારી કરાવવી.
- મૂળ સરવે રેકર્ડમાં થયેલ કારકૂની કે ગાણિતીક ભૂલોને કારણે ક્ષેત્રફળ અને આકારના ઘટાડાની સત્તા.
- દરેક વ્યક્તિગત ખાતેદરના કિસ્સામાં હિમાયત આકારમાં રૂ. ૫૦ સૂધીનો ઘટાડો કરવાની સત્તા.
- જમીનની ખરાબીના કારણે અગર વર્ગીકરણમાં લેવાયેલ ખોટા નિર્ણયને કારણે મંજૂર થયેલા આકારમાં વાર્ષિક રૂ. ૨૦ નો આકાર ઘટાડવાની સત્તા.
- જમીન મહેસૂલ નિયમ-૩ મુજબ કોઇ ધારણ કરેલી જમીન કે જેનું ક્ષેત્રફળ જમીન મહેસૂલ અધિનિયમ (મુંબઇ)ની કલમ-૯૮ હેઠલ ઠરાવેલા ઓછામાં ઓછા ક્ષેત્રફળ કરતાં ઓછું હોય તો સરવે કમેશનર
એટલે કે સેટલમેન્ટ કમિશનર ઠરાવેતો તેની હદ જૂદી ઠરાવવાની છે. પરંતુ એવી ધારણ કરેલી જમીનમાં હિતસંબંધ ધરાવતી વ્યક્તીઓને જૂદી હદ ઠરાવમાં જે ખર્ચ થાય તે અથવા તેનો જેટલો
ભાગ યોગ્ય લાગે તે આ રીતે જુદી હદ ઠરાવવા માટે અગાઉથી આપવા સરવે કમિશનર (સેટલમેન્ટ કમિશનર) જણાવી શકશે.
- સરવે કામ માટે ચકાસણી કામગીરીનું ધોરણ નક્કી કરવું.
- માપણી પછીની રેકર્ડ દુરસ્તીની કામગીરી માટે પણ ચકાસણી કામગીરીનું ધોરણ નક્કી કરવું.
- ગામના નકશા અધતન રાખવા.
- પ્રતવારી કામગીરીની પધ્ધતી અને માપદંડ નક્કી કરવા.
આમ, જમીન રેકર્ડ નિયામકના કાર્યોને નીચેના શીર્ષક હેઠળ વર્ગીકૃત કરી શકાય.
૧) વ્યવસ્થા અને ૨) તપાસણી
પ્રથમ શીર્ષક હેઠળ નકશા અને રેકર્ડની ખૂબ જ કાર્યક્ષમ અને કરકસરભરી જાળવણી માટે વ્યવસ્થા કરવાની અને કર્મચારી વર્ગને સંગઠીત કરવા અને તેને તાલીમ આપવી.
- ક) સમયાંતરે હાથ ધરાતાં સેટલમેન્ટના કાર્યોને સરળ અને ઓછા ખર્ચાળ બનાવવાં.
- ખ) જમીનમાં હિત ધરાવનાર સૌના હિત-રક્ષન માટે હક્કપત્રકો પૂરા પાડવા.
- ગ) મહેસૂલી અને દીવાની અદાલતોના દાવા કામનું પ્રમાણ ઘટાડવું અને તેને સરલ બનાવવું અને ઓછુ ખર્ચાળ બનાવવું.
- ઘ) જમીનને લગતી બધી બાબતોમાં સંગીન વહીવટ માટે જરૂરી આંકડા પૂરા પાડવા.
મહેસૂલી સત્તાધિકારીઓને સલાહ આપવાની તથા અગાઉ અપનાવવામાં આવેલી પધ્ધતીમાં કોઇ ખામીઓ હોય તો વખતોવખત તેમના ધ્યાન પર લાવવાની નિયામકની ફરજ છે.
બીજા શીર્ષક તપાસણી હેઠળ :
- ક) દરેક જિલ્લામાં જમીન રેકર્ડના મહેકમ અને તેની કામગીરી તપાસવાની અને કોઇ અનિયમિતતા પ્રવર્તતી હોવાનું જણાય અથવા જે અધિકારીઓનું કામ તપાસવામાં આવ્યુ હોય તેમના પક્ષે કોઇ ઉણપો જણાય તો તએ જિલ્લા અધિકારીના ધ્યાન પર લાવવું.
- ખ) તાબાના અધિકારીઓની તેમની ફરજો અદા કરવાની ક્ષમતા અને તેમના માર્ગદર્શન માટે ઠરાવેલ નિયમોનું પાલન કરાવવું.
- ગ) તપાસણી, નકશાઓને સુધારવા અને જિલ્લા મહેકમના માર્ગદર્શન માટે નિયમો વગેરે ઘડવા.
- ઘ) જિલ્લાઓના મહેકમનું કામ તપાસી અને ખામીઓ, ભૂલો અને ઉણપો જણાય તો તેની કલેક્ટરશ્રીઓને જાણ કરવી.
- ચ) સરનિમતાણા ના કિસ્સામાં માપણીની ચકાસણી કરાવશે.
- છ) વર્ગ-૨ અધિકારીઓની બદલી કરવી.